કાર્યવાહી@અમદાવાદ: કૌટુંબિક ભત્રીજી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 5 વર્ષ કેદ સજા કોર્ટે ફટકારી

 ગુનો પુરવાર થયો છે.
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 કિશોરી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરનાર પરિવારના દૂરના સગા બિલાલ ઝહીરભાઈ રાજપૂતને પોક્સોના ખાસ જજ જયેશકુમાર કે. પ્રજાપતિએ ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ પોતાની કૌટુંબિક ભત્રીજી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો ગુનો પુરવાર થયો છે.

કુટુંબની જ કિશોરી પર આવા ગંભીર પ્રકારનો ગુનો આચરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આરોપીની માનસિક બીમારીને આધાર બનાવી બચાવવાનો પ્રયાસ સાબિત-પુરવાર થતો નથી. આમ, આરોપી દ્વારા આચરવામાં આવેલ કૃત્ય હળવાશથી લઈ શકાય નહીં.

આ કેસની વિગત એવી છે કે, રખિયાલ વિસ્તારમાંથી ગત ૧૮-૧-૨૦૨૨ના રોજ બિલાલ ઝહીરભાઈ રાજપૂત પોતાની દૂરની ભત્રીજીને લગ્ન કરવાની લાલચ આપીને તેની પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો અને છેડતી કરી હતી. આ બનાવ અંગે કિશોરીના પરિવારે રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી બિલાલ રાજપૂતની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂકયો હતો. જે કેસ ચાલતા સરકારી વકીલ ભરત પટણીએ સાક્ષીઓ અને દસ્તાવેજો તપાસી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આવા ગુનામાં સમાજમાં દાખલો બેસાડવા માટે વધુ સજા કરવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.