કાર્યવાહી@અમદાવાદ: 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ઇસમને 1.20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં 9 વર્ષિય બાળક 10 જુલાઇ 2023ના રોજ ઘરની બહાર રમતો હતો ત્યારે 20 વર્ષિય યોગેશ ઉર્ફે યોગો નારણભાઇ સોલંકીએ બાળકને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે આરોપી યોગેશને ઝડપી લીધો હતો. ત્યારબાદ પીઆઈ એ. જે. ચૌહાણે આરોપી સામે ઝડપી તપાસ શરૂ કરી હતી અને સ્પે. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ કેસ સ્પે. કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.
આ કેસમાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ 37 દસ્તાવેજી પુરાવા રજૂ કરી અને 16 સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી ચલ તને ચોકલેટ આપું એમ કહી તેને લલચાવી ફોસલાવી પોતાના ઘેર લઇ ગયો હતો અને ત્યારબાદ આ માસૂમ બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આરોપીએ માત્ર 9 વર્ષના બાળકની કુમળી માનસિકતાનો ગેરલાભ ઉઠાવી તેને પોતાની જાતીય હવસનો શિકાર બનાવ્યો છે.
ભોગ બનનાર બાળકે આરોપીને ઓળખી બતાવ્યો છે અને ફિટ જુબાની આપી છે, આખોય કેસ નિઃશંકા પણે પુરવાર થાય છે, સમાજમાં દિન પ્રતિદિન આવા કિસ્સા વધી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને પોક્સો એક્ટની સખત જોગવાઇ મુજબ, કોર્ટે આરોપીને સબક સમાન આકરી સજા ફટકારવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યો છે.
દોષિત ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે આરોપીને 1.20 લાખ રૂપિયાનો દંડ કર્યો છે, જ્યારે ભોગ બનનારા બાળકને 3 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવી આપવાનો મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે.આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, બાળકો સાથેની કોઇ પણ જાતીય સતામણી કે જાતીય ગુનાહિત કૃત્ય એ બહુ ગંભીરતાથી લેવાવું જોઇએ. પોક્સો એક્ટ હેઠળ બાળકોને જાતીય સતામણી કે ગુનાહિત કૃત્યનો ભોગ બનાવતા ગુનેગારો પ્રત્યે સહેજ પણ દાખવવી જોઇએ નહીં.