કાર્યવાહી@અમદાવાદ: પત્નીએ પતિ પાસે 2.10 લાખ ભરણપોષણ માગતી અરજી કરતા કોર્ટે ઇનકાર કર્યો

લગ્ન બાદ દંપતી ન્યૂઝીલેન્ડ ખાતે રહેવા ગયું
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાં લગ્ન બાદ દંપતી ન્યૂઝીલેન્ડ ખાતે રહેવા ગયું હતું. ત્યાં મનમેળ ન રહેતા ન્યૂઝીલેન્ડ ખાતે છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ પત્ની અમદાવાદ આવી હતી અને પતિ પાસે ~ 2.10 લાખ માસિક ભરણપોષણ માગ્યું હતું. જો કે, મેટ્રોકોર્ટે બાદ સેશન્સ કોર્ટે પણ પત્નીની ભરણપોષણની અરજી ફગાવી દીધી છે.

આ સાથે જ એડિશનલ સેશન્સ જજ એમ.જે.કાનાણીએ નોંધ્યું હતું કે, પત્ની ન્યૂઝીલેન્ડમાં નોકરી કરી આવક મેળવે છે, તે અરજીમાં બ્રેડ બટરના પણ ફાંફા હોવાનું કહી રહી છે પરંતુ એક પણ મુદ્દો સાબિત થઇ શકતો નથી તેથી પત્ની ભરણપોષણ મેળવવા હક્કદાર નથી.

અમદાવાદ ખાતે રહેતી મોહિની ન્યૂઝલેન્ડ ખાતે રહેતા મોહિત સાથે વાતચીત કરતી હતી. બન્ને એક જ સમાજના હોવાથી મોહિત અમદાવાદ આવ્યો હતો અને મોહિની સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બન્ને ન્યૂઝીલેન્ડ ખાતે રહેવા જતા રહ્યાં હતાં. પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન થતા મોહિતે છૂટાછેડાની ન્યૂઝીલેન્ડમાં અરજી કરી હતી. જેમાં મોહિને સમન્સની બજવણી થઇ હોવા છતાં તે હાજર રહી ન હતી. જેથી કોર્ટે મોહિતે કરેલી છૂટાછેડાની અરજી ગ્રાહ્ય રાખી હતી. ત્યારબાદ મોહિની અમદાવાદ આવી હતી અને ભરણપોષણની અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ન્યૂઝીલેન્ડમાં મારી પાસે આવકનો કોઇ સ્ત્રોત નથી, પતિએ ખોટી રીતે ન્યૂઝીલેન્ડમાં છૂટાછેડા મેળવી લીધા છે, જેથી મને માસિક ~ 2 લાખ ભરણપોષણ અને ~ 10 હજાર મકાન ભાડા પેટે ચૂકવવા જોઇએ.

જો કે, મોહિત તરફે એડવોકેટ વિપુલ એમ. પટેલે એવી દલીલ કરી હતી કે, ખોટી રીતે અરજી કરવામાં આવી છે, મોહિની તો અમદાવાદમાં રહેતી પણ નથી છતાં તેણે ~ 10 હજાર ભાડા પેટે માગ્યાં છે, ન્યૂઝીલેન્ડમાં છૂટાછેડા થઇ ચૂક્યા છે, હવે હેરાન પરેશાન કરવા માટે અરજી કરી રહ્યાં છે, મોહિની પાસે પુરતા પૈસા હોવાને કારણે જ તે ફ્લાઇટમાં ન્યૂઝીલેન્ડ ગઇ છે અને તે આવક પણ મેળવે છે ત્યારે આ અરજી ફગાવી દેવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે અરજી ફગાવી દીધી છે. (ઓળખ છુપાવા તમામ પાત્રોના નામ બદલ્યાં છે)

મોહિની અમદાવાદ આવી ફરિયાદો કરી ન્યૂઝીલેન્ડ પણ જતી રહી

મોહિની ન્યૂઝીલેન્ડમાં છૂટાછેડા બાદ અમદાવાદ આવી હતી. ત્યારબાદ તેણે પતિ સહિતના સાસરિયાં સામે ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટની જુદી જુદી કલમ, શારીરિક માનસિક ત્રાસ અને દહેજની માગણી તથા ભરણપોષણની અરજીઓ કરી હતી. ત્યારબાદ તે પરત ન્યૂઝીલેન્ડ જતી રહી છે. ત્યાં તે સારી આવક પણ કમાઇ રહી છે. હવે હેરાન પરેશાન કરવાના ઇરાદાથી તે આવી અરજીઓ કરી રહી છે. - વિપુલ પટેલ, મોહિતનો એડવોકેટ

પુરાવા ધ્યાને લીધા સિવાય વચગાળાનું ભરણપોષણ ન આપી શકાય : કોર્ટ

મોહિનીની અરજી ફગાવતા ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, પત્ની હાલ અમદાવાદમાં રહેતી નથી અને તે ન્યૂઝીલેન્ડ ખાતે પહોંચી ગઇ છે. આમ તેની પાસે ત્યાં જવાનો ખર્ચ છે, મોહિની પાસે ભરણપોષણના સ્ત્રોત ન હોવાનું તેઓ સાબિત કરી શક્યા નથી, તમામ દસ્તાવેજ જોતા તેમાં સહી પણ કરવામાં આવી નથી. ત્યારે પુરાવા ધ્યાને લીધા સિવાય વચગાળાના ભરણપોષણનો આદેશ કરી શકાય નહીં.