કાર્યવાહી@ગુજરાત: હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરાઇ, વોટર પોલીસની જરૂર

 
કાર્યવાહી@ગુજરાત: રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે ફરી રાજ્ય સરકારના અધિકારીઓનો ઉધડો લીધો અને નક્કર કામગીરી કરવા નિર્દેશ આપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરામાં બનેલી બોટ દુર્ઘટનામ ઘણા લોકોના મોત નીપજ્યા હતા. ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરાઇ હતી.

પીડિત પરિવાર વતી એડવોકેટે અરજીમાં કોટિયા પ્રોજેક્ટ, ન્યૂ સનરાઈઝ સ્કૂલ અને ડોલ્ફિન સંસ્થાને પક્ષકાર બનાવવા માગ કરી હતી. જોકે, કોર્ટે કોટિયા પ્રોજેક્ટ અને ન્યૂ સનરાઈઝ સ્કૂલને પક્ષકાર બનાવવા હુકમ કર્યો હતો.

બંને પીડિતોને વળતર ચૂકવશે. કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCB)ના આંકડાઓ પ્રમાણે વર્ષ 2022માં ગુજરાતમાં 2 હજાર લોકોના ડૂબવાથી મૃત્યુ થયા હતા. પ્રવાસન સ્થળો, દરિયા કિનારે, ધાર્મિક સ્થાને લોકો ડૂબી જતાં હોય છે. આ દુર્ઘટનાઓ રોકવી જરૂરી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, વોટર પોલીસની જરૂર છે. જો વોટર પોલીસ નહીં હોય તો SOP પાળી શકાશે નહીં.