કાર્યવાહી@ગુજરાત: હાઇકોર્ટમાં રખડતાં ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓ મુદ્દે સુનાવણી

એડવોકેટ જનરલની હાજરીમાં સુનાવણી
 
કાર્યવાહી@ગુજરાત: રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે ફરી રાજ્ય સરકારના અધિકારીઓનો ઉધડો લીધો અને નક્કર કામગીરી કરવા નિર્દેશ આપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં રખડતાં ઢોર, ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થશે.  ગુજરાત હાઇકોર્ટમાં આજે રખડતાં ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓ મુદ્દે એડવોકેટ જનરલની હાજરીમાં સુનાવણી યોજાઈ છે. આ સુનાવણી અત્યારે ટ્રાફિક સમસ્યા ઉપર કેન્દ્રિત થઈ છે.

કોર્ટમાં ટ્રાફિક જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસે આપેલી માહિતી પ્રમાણે ટ્રાફિક નિયમોના પાલનમાં પોલીસને પ્રજાના સહકારની અપેક્ષા છે. લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગરૂક કરવા સેમિનાર, હોર્ડીંગ, બેનર્સ અને રોડ શો જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે અરજદારે વધુ સમય માગતા હવે રિસેસ બાદ વધુ સુનાવણી યોજાશે.

હાઇકોર્ટમાં ટ્રાફિક JCPની એફિડેવિટ ઉપર ચર્ચા કરવામાં આવી છે. લોકોના સહકારની અપેક્ષા ઉપર અરજદારે કહ્યું કે તમારે કાયદાનું પાલન કરાવવાનું છે, તમે શું કામ કર્યું તે કહેવાનું છે. કોર્ટે કહ્યું કે, કાગળો ઉપર બધું છે, રોડ ઉપર કામ નહીં.તમારા કોન્સ્ટેબલ શું કરે છે જુઓ. ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના રોડ ઉપર થતાં કામમાં કોઈ ફેર નહીં.