કાર્યવાહી@ગુજરાત: આજે હાઈકોર્ટમાં 2 મહત્ત્વના કેસ પર સુનાવણી હાથ ધરાશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે હાઈકોર્ટમાં કેટલાક કેસો પર સુનવણી થતી હોય છે. લોકોને ન્યાય મળતા હોય છે. આજે હાઈકોર્ટમાં 2 મહત્ત્વના કેસ પર સુનાવણી હાથ ધરાશે. જેમાં પ્રથમ પીએમ મોદીની ડિગ્રી મામલે અને બીજી મોરબી પુલ દુર્ઘટના મામલે સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલો આ આખો મામલો સાત વર્ષ જૂનો છે. એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને કેજરીવાલ પાસેથી તેમના ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી હતી. જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે તેઓ CICને માહિતી આપવા તૈયાર છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવા માટે કહેવામાં આવે.
સીઆઈસીએ કેજરીવાલના જવાબને આરટીઆઈ અરજી તરીકે ગણતો આદેશ પસાર કર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રીની વિગતો આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે વડોદરા હરણી બોટ દુર્ઘટમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાનાં મૃત્યુ થયાં હતાં. કેસની તપાસ દરમિયાન 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં કુલ 433 સાક્ષીઓનાં નિવેદનો લેવાયાં છે.