કાર્યવાહી@રાજકોટ: ઉપરી અધિકારીઓના ત્રાસને કારણે આપઘાતના કેસમાં બન્ને આરોપીઓના આગોતર અદાલત દ્વારા મંજુર

પોતાના ફલેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો.
 
કાર્યવાહી@રાજકોટ: ઉપરી અધિકારીઓના ત્રાસને કારણે આપઘાતના કેસમાં બન્ને આરોપીઓના આગોતર અદાલત દ્વારા મંજુર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

મહિન્દ્રા ફાયનાન્સ કંપનીમાં કર્મચારી દ્વારા ઉપરી અધિકારીઓના ત્રાસને કારણે કરવામાં આવેલ આપઘાતના કેસમાં બન્ને આરોપીઓના આગોતરા જામીન સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી ઉદેસિંહ ધુડાજી ચૌહાણ (રહે. પાલનપુર)એ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદમાં જણાવેલ હતું કે ફરીયાદીના ભાઈ બાબુસિંહ ધુડાજી ચૌહાણ મહિન્દ્રા ફાયનાન્સ કંપનીમાં છેલ્લા પંદરેક વર્ષથી નોકરી કરતા હતા જેમાં શરૂઆતના દસ વર્ષ સુધી પાલનપુર ખાતે નોકરી કરેલ ત્યારબાદ બદલી થતાં પાટણ તથા હિંમતનગર નોકરી કરેલ અને છેલ્લા ચારેક માસથી તેઓની બદલી રાજકોટ ખાતે થતાં તેમના ઉપરી અધિકારી રાહુલ અજય સોમવંશી તથા સુરેશ દાનસંગ જોષી એમ બન્ને જણા બાબુસિંહને નોકરી બાબતે ત્રાસ આપી તને સારી રીતે નોકરી નહીં કરવા દઈએ અને ગમે ત્યારે કંપનીમાં ખોટી રીતે ફસાવી નાંખીશુ તેવી ધમકી આપી ત્રાસ આપતા હોય જેનાથી કંટાળી બાબુસિંહે તા.24/7/23ના રોજ પોતાના ફલેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો.

જેથી ગુજરનારના ભાઈએ બન્ને ઉપરી અધિકારી એવા આરોપીઓ વિરૂધ્ધ આપઘાતના દુષ્પ્રેરણની ગંભીર કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવેલ હતો. આરોપી અધિકારીઓ રાહુલ સોમવંશી તથા સુરેશ જોષી દ્વારા ધરપકડ સામે રક્ષણ મેળવવા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી. જે અરજીમાં મુખ્યત્વે એવી રજુઆત કરવામાં આવેલ હતી કે રાહુલ સોમવંશી તે સમગ્ર રાજયના વડા અધિકારી છે તેમજ સુરેશ જોષી તે પાલનપુર ખાતેના ટેરેટરી મેનેજર છે

અને બન્ને અધિકારીઓને ગુજરનાર સાથે મૃત્યુ પહેલા તુરંત જ કોઈ વાતચીત થયેલ હોય તેવું બનેલ નથી. ગુજરનારનું પર્ફોર્મન્સ છેલ્લા ઘણા સમયથી સારું ન હોવાથી કંપની દ્વારા તેમને નોટીસો પાઠવવામાં આવેલ હતી. અને તેના કારણે ગુજરનારને પ્રોમોશન નહીં મળે અને સુરેશ જોષીને તેની જગ્યા પર પ્રમોશન મળશે તેવું માની ગજુજરનારે જે પગલું ભરેલ છે તેમાં ઉપરી અધિકારીઓનો કોઈ જ કસુર નથી. બદલીઓના કારણે કોઈ કર્મચારી આપઘાત જેવું પગલું ભરી લ્યે તો તેના માટે ઉપરી અધિકારીઓને કે સહ કર્મચારીઓને જવાબદાર ઠરાવી શકાય નહીં

જેથી ફરીયાદીની ફરીયાદ કાયદા મુજબ ટકવાપાત્ર ન હોય ત્યારે બન્ને અધિકારીઓના આગોતરા જામીન મંજુર કરવા વિસ્તૃત પણે દલીલો કરેલ હતી. બંને પક્ષકારોની વિસ્તૃત રજુઆતોના અંતે અદાલતે બચાવ પક્ષની દલીલો સાથે સહમતી દર્શાવી બન્ને અધિકારીઓને આગોતરા જામીન મંજુર કરતા પોતાના ચુકાદામાં નોંધેલ હતું કે બદલી પ્રક્રિયાને ત્રાસ ગણી શકાય નહીં. આવી ફરીયાદોના આધારે જો પગલા ભરવામાં આવે તો કર્મચારી આવા પ્રકારનું ગુન્હાહિત પરાક્રમ કરશે અને ઉપરી અધિકારી

કે સહ કર્મચારીને આત્મહત્યા કરવાની ધમકી આપશે અથવા આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરશે જેનાથી ઉપરી અધિકારીને જેલના સળીયા પાછળ જવું પડશે તો કોઈપણ સંસ્થાના ઉપરી અધિકારીઓના આગોતરા જામીન મંજુર કરેલ હતા. આ કેસમાં બન્ને અધિકારી આરોપીઓ તરફે ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જયપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી રોકાયેલ હતા.