કાર્યવાહી@રાજકોટ: બાળકનું અપહરણના કેસમાં આરોપીઓને જેલ હવાલે કરાયા

આજીડેમ પોલીસે ઢસાથી આરોપીઓને દબોચી લીધા હતા
 
કાર્યવાહી@રાજકોટ: બાળકનું અપહરણના કેસમાં આરોપીઓને  જેલ હવાલે કરાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

હાલમાં અપહરણના કિસ્સા ખુબજ વધી ગયા છે.ભંગડા ગામેથી બાળકનું અપહરણ થયું હતું.આજીડેમ પોલીસે ઢસાથી આરોપીઓને દબોચી લીધા હતા. આજીડેમ પોલીસના પીઆઈ એલ.એલ. ચાવડાએ જણાવ્યું કે, અપહરણનો ગુન્હો દાખલ થતા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તમામ પ્રયત્નો કરવા સુચના કરવામા આવેલ હતી.

તપાસ કરતા ખુલ્યું હતું કે, તા.2/9/2023 ના રોજ ભંગડા ગામ જવેરભાઈની વાડીની બાજુમાં તા.જી.રાજકોટ ખાતે ફરીયાદી દેવરાજભાઈ અમરાભાઇ સોલંકી (દેવીપુજક) (ઉ.વ.37) તથા તેમાના પત્ની અરુણા તથા માતા કેસુબેન તથા બાળકો એમ ઘરે હતા તેવામાં આ ફરીયાદીના પહેલા પત્નિ રતનનો પતિ કિરણ ઉર્ફે મંગો તથા બીજા ત્રણ માણસો સાથે બાઈક પર આવેલો. આરોપી મંગાએ ફરીને કહેલ કે કુલદીપને તુંરત મને સોંપી દે જેથી ફરી એ તેને કહેલ કે મેં તથા રતનને છૂટછેડા લેતી વખતે નક્કી કરેલ કે બધા છોકરા મારી સાથે રહેશે. જેથી હું કુલદીપને નહીં સોંપુ. તેમ કેહતા આ આરોપી કિરણ અને તેની સાથેના આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી છરી કાઢી ફરિયાદીને જમણા હાથના બાવડા પર ઘા મારી કુલદીપ (ઉ.વ.5)ને લઈ ફરાર થઇ ગયા હતા.

દરમિયાન બાતમી મળતા આરોપીઓને ઢસા જી.બોટાદ ખાતેથી પકડી ગુનાનો ભેદ ઉકેલી ભોગ બનનાર ફરીયાદીના દિકરા કુલદિપને મુક્ત કરાવ્યો હતો. આરોપી કિરણ ઉર્ફે મંગો ભાઇ સુરેશભાઇ મીઠાપરા (રહે. ઢસા તા.ગઢડા), હરેશભાઇ સુરેશભાઇ મીઠાપરા (ઢસા), વિક્રમ બટુકભાઇ ડાભી (ઢસા)ને ઝડપી જેલ હવાલે કરાયા છે. આ કામગીરીમાં પીઆઈ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અમરદીપસિંહ પરમાર, એ.એસ. આઇ. યશવંતભાઈ ભગત, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ જળુ, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ કુંચલા, ભોજભાઇ મોભ ફરજ પર રહ્યા હતા.