કાર્યવાહી@જામનગર: સગીર વયની ભત્રીજી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની જેલ અને રૂ. 15 હજાર દંડનો હુકમ ફરમાવ્યો

 વારેવારે આવું કર્યું હોવાનું જણાવ્યું હતું.
 
કાર્યવાહી@અમદાવાદ: કિશોરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા આરોપીને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદની સજા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુષ્કર્મના બનાવો ખુબજ વધી ગયા છે. જોડીયા તાલુકામાં પરપ્રાંતિય ખેતમજુર પરિવારની સગીર વયની ભત્રીજીને દુષ્કર્મ દ્વારા માતા બનાવનાર કાકા વિરૂધ્ધ કેસ ચાલી જતાં અત્રેની પોકસો અદાલતે દુષ્કર્મી કાકાને 20 વર્ષની જેલ અને રૂ. 15 હજાર દંડનો હુકમ ફરમાવ્યો છે. અદાલતે હુકમમાં સગીરાને જન્મેલી બાળકી સરકાર દ્વારા રૂ.4 લાખ વળતર મળે તે માટે ભલામણ કરી છે.

2021ની સાલમાં જોડીયા તાલુકાના એક ગામમાં ખેત મજુરી માટે આવેલા પરપ્રાંતિય પરિવારના પતિ-પત્ની પોતાના ભાઈને બાળકો સોંપીને વતનમાં ગયા હતા.

જે પાછા આવ્યા બાદ છ માસમાં 17 વર્ષિય બાળાનું પેટ વધી જતાં માતા તેને જોડીયા દવાખાને લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરે તેને 25 અઠવાડીયાનો ગર્ભ હોવાનું જણાવતા માતા પર આભ તુટી પડયું હતું અને બાળાને પુછતા તેના કાકા દ્વારા માતાપિતાની ગેરહાજરીમાં બાળાની મરજી વિરૂધ દુષ્કૃત્ય કરાયું હોવાનું અને બાદમાં વારેવારે આવું કર્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં બાળાને પુત્રી અવતરી હતી.

આથી જોડીયા પોલીસમાં ભોગ બનનાર બાળાએ પોતાના કાકા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલી જતાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોકસો) અદાલતે ફરિયાદીના નિવેદન, મેડીકલ પુરાવા, સરકારી વકીલ ભારતીબેન વાદીની રજુઆતો ધ્યાને લઈને બંને પક્ષોને સાંભળ્યા બાદ કેસના આરોપી એવા નરાધમ કાકાને તકસીરવાન ઠરાવીને દુષ્કૃત્ય અને પોકસોની વિવિધ કલમો હેઠળ તકસીરવાન ઠરાવીને વીસ વર્ષની જેલ સજા, 15 હજાર રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની જેલ સજા ફરમાવવા હુકમ કરવા સાથે બાળાને જન્મેલી દીકરીને રૂ.4 લાખનું વળતર સરકારની યોજના હેઠળ મળે તેવી ભલામણ હુકમમાં કરી છે.