કાર્યવાહી@કડી: હત્યા વિથ લૂંટ કેસમાં 5 ઇસમોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડીમાં મર્ડર વિથ લૂંટના ગુનામાં સંડોવાયેલા 5 ઇસમોએ ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે. મહેસાણા LCB, SOG અને કડી પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ટીમો બનાવી ઇસમોને ઝડપી લીધા છે. નોંધનિય છે કે, ગત દિવસોએ આધેડની હત્યા બાદ પરીજનો તેમની લાશ પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ ભારે હોબાળો થયો હતો.
 
કાર્યવાહી@કડી: હત્યા વિથ લૂંટ કેસમાં 5 ઇસમોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડીમાં મર્ડર વિથ લૂંટના ગુનામાં સંડોવાયેલા 5 ઇસમોએ ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે. મહેસાણા LCB, SOG અને કડી પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ટીમો બનાવી ઇસમોને ઝડપી લીધા છે. નોંધનિય છે કે, ગત દિવસોએ આધેડની હત્યા બાદ પરીજનો તેમની લાશ પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ ભારે હોબાળો થયો હતો. જે વખતે મહેસાણા SP સહિતના પણ ત્યાં દોડી જઇ આ બાબતે તાત્કાલિક ઇસમોને ઝડપી લેવા આદેશ કર્યો હતો. આ તરફ પોલીસે કુલ 4 ઇસમોને ઝડપી પાડી કડી પોલીસ મથકે સોંપી વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડીના નાની કડીમાં શુક્રવારે રાત્રે ખેતરમાં ભેલાણ બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી વિનોદભાઇ અંબાબાલ પટેલને મીહિર આચાર્ય નામના ઇસમ અને તેના મળતિયાઓએ તલવારના ઘા માર્યા હતા. જે બાદમાં સારવાર વચ્ચે તેમનું મોત થતાં પરીજનો તેમની લાશ લઇ કડી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ તરફ મીહિર આચાર્ય સહિતના સામે હત્યા અને લૂંટ કેસમાં આઇપીસી 302, 395, 120B, 323, 325, 34 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો દાખલ થયા બાદ મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે કડીમાં કેમ્પ રાખી SOG અને LCBને ઇસમોને તાત્કાલિક ઝડપી લેવા સુચનો કર્યા હતા.

મહેસાણા LCB PI બી.એચ.રાઠોડ, SOG ઇન્ચાર્જ PI એ.એમ.વાળા, કડી PI ડી.બી.ગોસ્વામી, LCB PSI એસ.ડી.રાતડા, એસ.બી.ઝાલા, એ.કે.વાઘેલા, SOG PSI એ.યુ.રોઝ અને કડી PSI બી.એમ.પટેલ સહિતની ટીમો ઇસમોને શોધવા કામે લાગી હતી. જેમાં ટેક્નિકલ સોર્સિંગથી તથા અંગત બાતમીદારોથી માહીતિ મેળવી ઇસમોને ઝડપી લેવાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કડી હત્યા વિથ લૂંટના કેસમાં 3 PI અને 5 PSIની ટીમે ચોક્કસ વિગતો મેળવી ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમાં મીહિર રમેશચંદ્ર આચાર્ય (નાનીકડી), પ્રદિપસીંહ ભવાનસિંહ વાઘેલા(વિડજ), મંગલસિંહ રામુસિંહ ઝાલા(થરોડ), વિશાલસિંહ લક્ષ્મણસિંહ સોલંકી(કડી) અને જશુભાઇ રણીછોડભાઇ રબારી(નાનીકડી)ને ઝડપી પાડ્યા છે. ઇસમોને અટકાયત કરી તેમની પુછપરછ કરતાં તેમને મર્ડર વિથ લૂંટના ગુનાની કબૂલાત કર્યા બાદ પાંચેયને હસ્તગત કરી કડી પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.