કાર્યવાહી@મહેસાણા: પ્રોહીબિશનના કેસમાં 2 વર્ષથી નાસતાં-ફરતાં ઇસમને SOGએ દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે પોલીસે પાંથાવાડાના પ્રોહીબિશન કેસમાં નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ મહેસાણા SOG તથા AHTU ટીમ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, પાંથાવાડા પોલીસના પ્રોહીબિશન કેસમાં નાસતો ફરતો ઇસમ હાલ પોતાના ઘરે હાજર છે. જેથી ટીમ દ્રારા તાત્કાલિક સ્થળ
 
કાર્યવાહી@મહેસાણા: પ્રોહીબિશનના કેસમાં 2 વર્ષથી નાસતાં-ફરતાં ઇસમને SOGએ દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે પોલીસે પાંથાવાડાના પ્રોહીબિશન કેસમાં નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ મહેસાણા SOG તથા AHTU ટીમ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, પાંથાવાડા પોલીસના પ્રોહીબિશન કેસમાં નાસતો ફરતો ઇસમ હાલ પોતાના ઘરે હાજર છે. જેથી ટીમ દ્રારા તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇસમને દબોચી લેવાયો હતો. જે બાદમાં તેને પાંથાવાડા પોલીસને સોંપવા કવાયત શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@મહેસાણા: પ્રોહીબિશનના કેસમાં 2 વર્ષથી નાસતાં-ફરતાં ઇસમને SOGએ દબોચ્યો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં નાસતાં-ફરતાં ઇસમોને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI ભાવેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ SOG અને AHTUની ટીમ લાંઘણજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બનાસકાંઠા જીલ્લાના પાંથાવાડા પોલીસના પ્રોહી ગુનાનો આરોપી ચાવડા દિપુજી જુગાજી (રહે.પઢારીયા, વચલોવાસ, તા.જી.મહેસાણા)વાળો નાસતો ફરતો હોવાથી અને હાલ તેના ઘરે હોઇ ટીમે ઝડપી પાડ્યો હતો. આ ઇસમ છેલ્લા 2 વર્ષથી પ્રોહી ગુનામાં નાસતો ફરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.