કાર્યવાહી@મુંબઈ: છેતરપીંડી કરનાર દિવ્યાંગ ઠગ આરોપીને દોષી ઠેરવીને કોર્ટે 3 વર્ષની જેલની સજા સંભળાવી

આરોપી ખુદને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખાવી 
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સીબીઆઈની વિશેષ અદાલતે અભિનેતા રાકેશ રોશન સહિત અનેક લોકો સાથે છેતરપીંડી કરનાર દિવ્યાંગ ઠગ આરોપીને દોષી ઠેરવીને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. આરોપી ખુદને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખાવી લોકોને ઠગતો હતો.

વિશેષ ન્યાયાધીશ વી.પી.દેસાઈએ આરોપી અશ્ર્વિનીકુમાર શર્માને ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદાની ધારાઓ અંતર્ગત દોષી ઠેરવ્યો હતો.વીડીયો કોન્ફરન્સથી હાજર થયો: મેડીકલ ડિસએબેલિટી લઈને શર્માએ વ્યક્તિગત રીતે અદાલતમાં હાજર થવા પર અસમર્થતા બતાવી હતી.

ત્યારબાદ કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. જેને શર્માએ હાઈકોર્ટમાં પડકાર્યુ હતું. સોમવારે બોમ્બે હાઈકોર્ટે શર્માને વીસી (વિડીયો કોન્ફરન્સ)થી હાજર થવાની અનુમતી આપી હતી એટલે તે ન્યાયાધીશ સામે વીસી (વીડિયો કોન્ફરન્સ)ના માધ્યમથી હરિયાણાના પાણીપતમાં હાજર થયો હતો. આરોપીએ અભિનેતા રાકેશ રોશન પાસે તેની સિવિલ મેટર સેટલ કરાવવાના નામે 50 લાખ રૂપિયા લીધા હતા.