કાર્યવાહી@રાજકોટ: 1.19 લાખનો ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટે 6 માસની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શહેરની ધી ડીવાઈન ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી.માંથી આરોપી લક્ષ્મણભાઈ ફાંગલીયાએ રૂા.75000ની લોન લીધી હતી. જે પછી ચડત હપ્તાની રકમ સહિત લોન ચુકવવા રૂા.1,19,000નો ચેક આપ્યો હતો. આ ચેક મંડળીએ બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો.
ફરિયાદી મંડળીએ ચેક રિટર્ન થતા આરોપી લક્ષ્મણ ફાંગલીયાને નોટીસ પાઠવી હતી. તેમ છતા આરોપીએ લોનની રકમ ચુકતે કરી નહોતી.
જેથી મંડળી દ્વારા રાજકોટના ચીફ જયુડી.ની કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. કેસ ચાલતા ફરીયાદીના વકીલે દલીલ કરેલી કે ફરીયાદીએ પોતાનું કાયદેસરનું લેણુ નીકળે છે. તે સાબીત કયુર્ં છે. રકમ ચુકતે કરવા આરોપીએ ચેક આપેલ છે. જે વાતનું આરોપીએ ખંડન કરેલ નથી મૌખીક લેખીત દલીલો રજુ રાખેલ પુરાવા ધ્યાને લઈ કોર્ટે આરોપી લક્ષ્મણ ફાંગલીયાને 6 માસની સજા, ચેકની રકમ વળતર પેટે 30 દિવસમાં ન ચુકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી મંડળી વતી ધારાશાસ્ત્રી રીતેષ એસ. કોટેચા, જય કોટેચા રોકાયેલ હતા.