કાર્યવાહી@રાજકોટ: 1.9 કરોડની છેતરપિંડીના કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે રદ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એક કરોડથી વધુ રકમની છેતરપીંડીના ગુનામાં પકડાયેલ અને જેલ હવાલે રહેલ આરોપીની જામીન અરજી રદ થઇ છે.ગત તા.23-9-23ના રોજ રાજકોટ શહેર ગાંધીગ્રામ (યુનિ.-2) પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ લખાવેલ કે, આરોપીઓને એક કરોડ નવ લાખ જેવી રકમ ધંધા માટે આપેલ. તે રકમ પરત માંગતા આરોપીઓએ રકમ પરત આપેલ નહીં. ફરિયાદી સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરેલ તેવી ફરિયાદો ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરી જેલમાં રહેલ આરોપી મુનેશભાઇ મગનલાલ હિરપરા (રહે.
વસંત વિહાર પાટીદાર ચોક, રાજકોટ)એ જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આવા ગુન્હાના આરોપીને જામીન આપવા જોઇએ નહીં. જો જામીન આપવામાં આવશે તો આરોપી ફરી આવા ગુન્હા કરશે. તેને કાયદાનો કોઇ ડર રહેશે નહીં. તે રજૂઆતને ધ્યાને લઇ સેશન્સ જજ બી.બી. જાદવે જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતાં.