કાર્યવાહી@રાજકોટ: 17 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબીક કાકાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

 ભોગ બનનારને રૂા.2 લાખનું વળતર અપાવવાનો હુકમ 
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

17 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબીક કાકાને રાજકોટની સ્પે.પોકસો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કેસની વિગત મુજબ 2016ની સાલમાં આ કેસના આરોપી અરવિંદ રામાભાઈ રાઠોડ (રહે. હરિપર તા.ગઢડા જિ.બોટાદ)એ પોતાની કૌટુંબીક ભત્રીજી કે જે વિંછીયા મુકામે રહેતી હોય અને બનાવ સમયે ભોગ બનનારની 17 વર્ષની હોવાનું જાણવા હોવા છતા તેણીને નવરાત્રી દરમ્યાન રાત્રીના સમયે ભોગ બનનારના ઘર પાસેથી લઈ જઈ તેણીની સાથે અવાવરૂ જગ્યાએ નવા બનતા મકાનની સાઈટ ઉપર લઈ જઈ તેણીની સાથે રાત્રીના સમય દરમ્યાન બેથી ત્રણ વખત શરીર સબંધ બાંધી ભોગ બનનારને સુરત શહેરમાં લઈ ગયેલ અને ત્યાં તેણીને નવા બનતા બંધ મકાનમાં ભોગ બનારની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધીને ભોગ બનારને હરિપર ગામના રોડ ઉપર ઉતારી દીધેલ અને ત્યાંથી ભોગ બનનાર પોતાના ઘરે જતી રહેલ.

હકીકત તેના માતાપિતા તથા પરિવારના સભ્યને કરતા ભોગ બનનારના પિતાએ આ આરોપી અરવિંદ રાઠોડ વિરૂધ્ધ જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા જસદણ પોલીસે આરોપીની ધોરણસર અટક કરી જેલ હવાલે કરેલ. સ્પે.પોકસો કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા મદદનીશ સરકારી વકીલ આબીદ સોસને કોટ સમક્ષ અંદાજીત 25 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરી ધારદાર દલીલો કરી હતી. અંદાજીત 12 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવેલ. પોકસો સ્પે.જજ બી.બી. જાદવે આરોપીને આજીવન સજાનો તથા 62000નો દંડનો હુકમ કરેલો અને સરકારની વળતરની યોજના હેઠળ ભોગ બનનારને રૂા.2 લાખનું વળતર અપાવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ આબીત સોસન રોકાયેલા હતા.