કાર્યવાહી@રાજકોટ: 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી

સોસાયટીમાં સગીરા પર દુષ્કર્મનો બનાવ બનેલ
 
કાર્યવાહી@અમદાવાદ: 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષ કેદની સજા કોર્ટે ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાં રહેતી 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર ગુલશનઅલી ઉર્ફે લાલા સમાને કોર્ટે જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારી છે. રાજકોટ સ્પે. પોકસો કોર્ટના ન્યાયાધીશ જે.ડી. સુથારે સજાના ચુકાદા સાથે ભોગ બનનારને રૂ.3 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. તા.15-7-2022 ના રોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોસાયટીમાં સગીરા પર દુષ્કર્મનો બનાવ બનેલ.

જે ગુનો થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તે ગુનાના આરોપી ગુલશન અલી ઉર્ફે લાલો ગુલામ રસુલ સમા (રહે. ભગવતી સોસાયટી રાજકોટ, મૂળ વતન રાપર, જિલ્લો કચ્છ)ની ધરપકડ કરી જેલ વાલે કરેલ હતો. તપાસમાં આરોપી વિરુદ્ધ ગુનાનો પૂરતો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.

ચાર્જશીટ થયા બાદ કેસ રાજકોટની પોક્સો અદાલતમાં શરૂ થતા ફરિયાદીની તેમજ ભોગ બનનારની પ્રોસીક્યુશન દ્વારા સોગંદ ઉપર અદાલતમાં જુબાની લેવામાં આવી હતી. તેઓએ બનાવની સંપૂર્ણ હકીકત અદાલતમાં કહેલ અને ત્યારબાદ પ્રોસીક્યુશન દ્વારા ડોક્ટરની જુબાની લેવામાં આવેલ તેમજ તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવેલ તેમજ પ્રોસીક્યુશન દ્વારા દસ્તાવેજી પુરાવા લીસ્ટ રજૂ રાખવામાં આવ્યું હતું.

જેમાં ફરિયાદ, ભોગબનનારનો જન્મનો દાખલો, મેડિકલ પેપર, એફ.એસ.એલ.નો રિપોર્ટ વગેરે દસ્તાવેજી પુરાવા અદાલતમાં સાબિત થયો હતો.કેસ ચાલતા સરકાર તરફે રોકાયેલ સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયાએ દલીલ કરેલ કે, આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગુનો છે અને આરોપીએ 15 વર્ષ અને 6 માસની સગીરા પર દુષ્કર્મ આચરેલ છે. આરોપી 25 વર્ષનો છે અને પરિણીત છે છતાં આવો ગુનો આચરેલ છે.

આવા ગંભીર ગુનાના આરોપી સામે પ્રોસીકયુશને તેનો કેસ સાબિત કરેલ છે. તેથી કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં- વધુ સજા કરવા દલીલ કરવામાં આવી હતી. જે દલીલને, સોગંદ ઉપરની જુબાનીઓને તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ સેશન્સ જજ જે.ડી. સુથારે આરોપી ગુલશન અલી ઉર્ફે લાલો રસુલ સમાને અંતિમ શ્વાસ સુધી જેલની સજાનો હુકમ કર્યો છે. ભોગબનનાર સગીરાને રૂ.3 લાખનું વળતર અપાવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.