કાર્યવાહી@રાજકોટ: પતિને જીવતો સળગાવી દેવાના કેસમાં કોર્ટે પત્નીને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો

કમકમાટીભર્યું મોતને નીપજ્યું હતું.
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

માતા સાથે આડા સંબંધ હોવાની શંકાએ પતિને જીવતો સળગાવી દેવાના કેસમાં કોર્ટે પત્નીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ, શ્રી સિટી એપાર્ટમેન્ટમાં વિંગ-એમાં બ્લોક નં.602માં રહેતા જીતેન્દ્ર નાનજીભાઈ સોલંકી (ઉ.વ.28)ના રીતુબેન સાથે લગ્ન થયા હતા. દરમિયાન રીતુબેનને શંકા હતી કે, જીતેન્દ્ર સોલંકીને સાસુ એટલે કે તેમના માતા સાથે આડા સબંધ છે.

આ વાતને લઈ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. રીતુબેને અગાઉ પતિ જીતેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.

તા.21-8-2017ના રોજ સવારના સાડા નવેક વાગ્યે જીતેન્દ્ર તેની પત્ની રીતુબેન અને અઢી વર્ષની પુત્રી ઘરે હતા. ત્યારે રીતુબેનની માતા બાબતે ઝઘડો થયો હતો. ત્યારે રીતુએ જીતેન્દ્ર પર કેરોસીનનું ડબલુ છાંટી દઈ દીવાસળીની કાંડી ચાંપી દીધી હતી. ભળભળ સળગી ઉઠેલા જીતેન્દ્રનું કમકમાટીભર્યું મોતને નીપજ્યું હતું.

યુનિવર્સીટી પોલીસ મથકમાં પતિને જીવતો સળગાવી હત્યા કરનાર પત્ની રીતુબેન સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી જેલ હવાલે કરી હતી. જે હત્યા કેસમાં આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા તપાસ અધિકારીએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ સ્મિતા અત્રિ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને અધિક સેશન્સ જજ સંજીવકમલ વેદપ્રકાશ શર્માએ પતિને જીવતો સળગાવી દઈ મોતને ઘાટ ઉતારનાર પત્ની રીતુબેન સોલંકીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સ્મિતાબેન અત્રિ રોકાયા હતા.