કાર્યવાહી@રાજકોટ: ગુપ્ત ભાગે અડપલા કરનાર હવસખોર પર પોલીસે ગુનો નોંધી ધરપકડ

 કૌટુંબિક ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી 
 
 કાર્યવાહી@રાજકોટ: ગુપ્ત ભાગે અડપલા કરનાર હવસખોર પર પોલીસે ગુનો નોંધી  ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તાજેતરમાં હવસખોર આરોપીઓ બાળકો અને બાળાઓને પોતાની હવસનો શિકાર બનાવતા હોવાના કિસ્સા રોજ-બરોજ સામે આવે છે. બાળકોની આસપાસ રહેતા તેના કૌટુંબિક કે પારિવારીક સગા જ બાળકોનું શારીરિક શોષણ કરતા હોય છે. ત્યારે જસદણથી બહાર આવેલા કિસ્સામાં પણ આવો જ બનાવ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પાંચ વર્ષની બાળકી તેના ઘરે હતી ત્યારે આરોપી કૌટુંબિક ભાઈ તેના ઘરે આવ્યો હતો. પાંચ વર્ષની બાળકીને રમાડવાના બહાને રૂમમાં લઈ ગયો હતો. બાળકીના પરિવારજનો ઘરની બહાર હતા. ત્યારે હવસખોર પિત્તરાઈ ભાઈએ બાળકી સાથે રૂમમાં ન કરવાનું કર્યું હતું.માસુમ બાળકી પહેલા તો તેના હવસખોર પિત્તરાઈ ભાઈની હરકતોને સમજી શકી નહોતી પરંતુ આરોપી ગુપ્તાંગ ભાગે અડપલા કરવા લાગ્યો હતો.

માસુમ બાળકીએ પોતાને છોડાવવા પ્રયત્ન કર્યો પણ જેના પર હવસ રૂપી શેતાન સવાર થયો હતો.તે ભાન ભુલેલા ભાઈએ બાળકીને દબાવીને પકડી રાખી હતી.જેથી અંતે માસુમ બાળા રડવા લાગી હતી. જોરથી રડવાનો અવાજ આવતા પરિવારજનો રૂમ તરફ ગયા હતાં. આ તરફ બાળા રડવા લાગતા હવે ભાંડો ફુટી જશે તેવી બીકે હવસખોર આરોપીએ બાળાને છોડી દીધી હતી.

બાળા રડતી રડતી રૂમ બહાર આવી હતી.અને પોતાની માતા અને પિતાને પોતાની કામ-ઘેલી ભાષામાં ભાઈએ ગંદી હરકત કરી હોવાનું જણાવ્યું હતું. પરિવારે તુરંત જ હવસખોર આરોપીને પકડી મેથીપાક ચખાડયો હતો.

બાળકીના પિતાએ તેના જ કૌટુંબિક ભત્રીજા સામે ફરિયાદ નોંધાવતા જસદણ પીઆઈ તપન જાનીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આઈપીસી 354 (એ) અને પોકસો એકટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી હવસખોર આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.