કાર્યવાહી@રાજકોટ: પત્નીને મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો

પતિએ પત્નીની હત્યા નિપજાવી હતી
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઘડીયાળના કારખાનામાં અમરનગર ખાતે પતિએ પત્નીની હત્યા નિપજાવી હતી. જે કેસમાં કોર્ટે પતિને આજીવન કેદની સજા ફટકારી છે. કેસની વિગત મુજબ સને 2013ની સાલમાં રાજકોટના નવલનગર શેરી નં.1માં રહેતા ભીખુભાઈ ઉનાગરના દિકરી રીટા ઉર્ફે ટીનાના લગ્ન આરોપી નરેશ કાનજીભાઈ જીકાદરા સાથે થયેલા.

આરોપી મૂળ ગોંડલ પાસેના દેરડીકુંભાજી ગામના રહેવાસી હોય તેમજ બનાવ સમયે રાજકોટ મુકામે ગાંધીગ્રામ સોમનાથ સોસા.

રહેતા હતા અને ઈંટોના ભઠ્ઠાનું કામ કરતા હતા. રીટાબેનને બે માસ સુધી સારી રીતે રાખેલ ત્યારબાદ પતિ દ્વારા ત્રાસ અપાતો હોવાથી માવતર નવલનગરમાં માતા સાથે રહેવા આવી ગયેલ. રીટાબેન પોતાના મોટા બેન કિરણબેન સાથે રાજકોટમાં આવેલ અમરનગર શેરી નં.2માં ઘડીયારના કારખાનામાં કામ કરવા લાગી ગયેલ.

તા.25/10/2013ના રોજ રીક્ષા તતા તેના મોટાબેન ઘડીયાળના કારખાનામાં કામ કરતા હતા ત્યારે આરોપી નરેશ ત્યાં આવ્યો અને રીટાને પરાણે તેડી જવા પ્રયત્ન કરેલ. કીરણબેને આરોપીને રોકવાની કોશીષ કરતા આરોપીએ તેનું મોઢુ દબાવી ડાબા પગના ગોઠણમાં છરીનો એક ઘા મારી દીધેલો અને કીરણબેનને ધકકો મારી નીચે પછાડી દીધેલ. એ પછી રીટાબેનને મારકુટ કરી તેની છાતીમાં છરીનો ઘા માર્યો હતો. 108 એમ્બ્યુલન્સના ડોકટરે રીટાને સ્થળ પર જ મૃત જાહેર કરી હતી. જયારે કિરણબેનને સારવારમાં ખસેડવામાં આવેલ.

કિરણબેનની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપી નરેશની ધરપકડ કરી હતી. તપાસના અંતે ચાર્જસીટ થયા પછી કોર્ટમાં કેસ ચાલી જતા સરકાર પક્ષે રોકાયેલા વકીલ અને મુળ ફરીયાદી વતી રોકાયેલા વકીલે કરેલી દલીલો રજૂ રાખેલા પુરાવા, ટાંકેલા વિવિધ કોર્ટના ચુકાદા ધ્યાને લઈ એડી. ડીસ્ટ્રીકટ જજ એચ.એમ. વર્માએ આરોપી નરેશને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

આ કેસમાં મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન હાજર રહી કેસ ચલાવેલો તેમજ મુળ ફરીયાદી વતી એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખેડુભા સાકરીયા, ટવીન્કલ ચુડાસમા તથા જયવીર બારૈયા, દીપ વ્યાસ, વિગેરે રોકાયેલ હતા.