કાર્યવાહી@ગોંડલ: કોંગ્રેસ પ્રમુખ પર હુમલાના બનાવ બાબતે આરોપીની જામીન અરજી કોર્ટ દ્રારા નામંજુર કરાઇ

 હુમલો કરી તેમની કાર માં તોડફોડ કરી લુંટ 
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોંગ્રેસ પ્રમુખ ઉપર હુમલાની ઘટનાનાં આરોપીઓ એ અત્રેની સેસન્સ કોર્ટ માં મુકેલી આગોતરા જામીન અરજી કોર્ટ દ્રારા નામંજુર કરાઇ છે. પ્રાપ્ત વિગત મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા પર ગત તા.12 જાન્યુઆરી ની સાંજે હુમલો કરી તેમની કાર માં તોડફોડ કરી લુંટ ની ઘટના માં આશિષભાઈ કુંજડિયા દ્વારા મયુરસિંહ હરદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ચંદુભા જાડેજા સહિત ટોળા સામે પોલીસ ફરિયાદ થઈ હતી.

દરમિયાન મયુરસિંહ તથા રાજેન્દ્રસિંહ દ્વારા અત્રેની સેસન્સ કોર્ટ માં આગોતરા જમીન અરજી કરાઈ હોય કોર્ટ દ્વારા નામંજુર કરાઇ છે.