કાર્યવાહી@ગુજરાત: મહિલાને છેડતી કરનાર આરોપીને 3 વર્ષની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ કોર્ટે ફટકાર્યો

બંને પક્ષોની સારી એવી રજૂઆતો
 
કાર્યવાહી@રાજકોટ: બાળકનું અપહરણના કેસમાં આરોપીઓને  જેલ હવાલે કરાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જસદણ ન્યાયાલય દ્વારા છેડતીના કેસમાં એક આરોપીને ત્રણ વર્ષની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો, આ કેસની ખરી હકીકત જોતા તારીખ 27/04/2021 ના રોજ જસદણ તાલુકાના ગામ કડુકા ગામની સીમમાં લીલાપુર ગામ જવાના કાચા રસ્તે આવેલ ફરિયાદી કાજલ વશરામભાઈ બેરાણીની વાડીએ આ કામના આરોપી પેથલજી ઉર્ફે પેથો બેરાણીએ પોતાના હવાલાવાળું કાળા કલરનું મોટરસાયકલ લઈ આ કામના ફરિયાદી કાજલબેનની વાડી અંદર ગુનાહિત પ્રવેશ કરી ફરિયાદી કાજલબેનને કહેલ કે તમે ગમો છો અને હું મારા ઘરના સભ્યોને તેના માવતરે મોકલી આપીશ અને જો તમારો પતિ નડતરરૂપ થશે તો હું તેને મારી નાખીશ, તેમ કહી ફરિયાદી કાજલબેનને તેના મોબાઈલ નંબર લખેલ ચિઠ્ઠી આપેલ અને જે ચિઠ્ઠી ફરિયાદી કાજલબેન દ્વારા લેવાની ના પાડતા આરોપીએ ફરિયાદી કાજલબેનની એકલતાનો લાભ લઇ કાજલબેનનું બાવડું પકડેલ અને ફરિયાદી કાજલબેને દેકારો કરતાં કાજલના પતિ તથા અન્ય લોકો આવી જતા આરોપીને પકડી રાખેલ ત્યારે આરોપી દ્વારા ફરિયાદી અને ઘટના સ્થળે હાજર લોકોને ગાળો આપવા લાગેલ કહેલ કે મને જવા દો નહિતર હું બધાને મારી નાખીશ તેવી ધમકી આપેલ,

આમ ફરિયાદી દ્વારા ભાડલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરેલ અને પોલીસ અધિકારી દ્રારા તટસ્થ તપાસ કરી જસદણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ અને જસદણ કોર્ટના નામદાર મહેરબાન એડી.સિવિલ જજ અને જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી વી. એ. ઠક્કરની કોર્ટમાં ટ્રાયલ કેસ ચાલેલ હતો.

આમ બંને પક્ષો દ્વારા સારી રીતે વિવિધ રજૂઆતો અને મુદ્દાઓ અને દલીલો કરેલ અને ફરિયાદ પક્ષે સરકારી વકીલ શ્રીમતી કે. એમ.ચૌધરીએ પોતાની દલીલમાં નામદાર કોર્ટને જણાવેલ કે આરોપીએ એક મહિલાની એકલતાનો લાભ લઇ છેડતી કરેલ છે આવા ગંભીર ગુનામાં આરોપીને કાયદામાં જણાવેલ મહત્તમ સજા થવી જોઈએ અને સમાજમાં આવા કિસ્સાઓ રોકવા એક દાખલો બેસાડવો જોઈએ.

આમ બંને પક્ષોની સારી એવી રજૂઆતો, મુદ્દાઓ અને પૂરાવાઓ તેમજ જુબાનીઓ અને દલીલોને સાંભળી અને ધ્યાને લઈ આઇ.પી.સી. કલમ 354 (એ), 447,504,506(2) મુજબ આરોપીને તસ્કરીવાન ઠેરવી જસદણ ન્યાયાલયના એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ. ઠક્કરે આરોપીને ત્રણ વર્ષની સજા અને 10,000/ નો દંડ ફટકારેલ છે.