કાર્યવાહી@રાજકોટ: ફોજદારી અદાલતે ચેક રીર્ટન સબબ વેપારીને એક વર્ષની સજા ફરમાવી

રૂ.5 લાખ એક માસની અંદર ચૂકવવા
 
 કાર્યવાહી@રાજકોટ: ફોજદારી અદાલતે ચેક રીર્ટન સબબ વેપારીને એક વર્ષની સજા ફરમાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ફોજદારી અદાલતે વેપારીને એક વર્ષની સજા ફરમાવી છે અને ચેક મુજબની રકમ રૂ.5 લાખ એક માસની અંદર ચૂકવવા હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ ફરિયાદી જેન્તીલાલ ધનજીભાઈ રાઠોડ (રહે. કરણપરા શેરી નં.ર0, આશાપુરા મેઈન રોડ પર) નિવૃતિ જીવન ગુજારે છે. તેમણે આરોપી વેપારી વર્ષિત હરેશભાઈ મોરઝરીયા (રહે.

રાજકમલ એપાર્ટમેન્ટ, રામકૃષ્ણ નગર શેરી નં.1, કલ્યાણ જવેલર્સની બાજુમાં, ડો.યાજ્ઞિક રોડ) પાસેથી મકાનની ખરીદી કરી હતી

જેથી તેઓ પરિચયમાં આવેલા. વર્ષ 2008માં આરોપીના પિતાને બીમારી સબબ મગજની નસ અંગેનું ઓપરેશન કરાવવાનું થતા આરોપીએ રકમની માંગણી કરતા સંબંધના દાવે મદદરૂપ થવા ફરિયાદીએ રૂ.5 લાખ આપેલા. ત્રણ માસમાં રકમ પરત આપવાની શરત હોવાથી રકમ પરત માંગતા, આરોપીએ 2.50 લાખ, 2.50 લાખના બે ચેક આપેલ. જે રિટર્ન થતા નોટીસ પાઠવવા છતાં રકમ ચુકવેલ નહીં. જેથી કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ. ફરિયાદીના વકીલે કરેલી ઉલટતપાસ, લંબાણપૂર્વક કરેલી

દલીલો, દસ્તાવેજી પુરાવાથી ફરિયાદપક્ષ તેમનો પુરાવો શંકારહિત સાબિત કરી શકેલ છે તેવી રજુઆતો ધ્યાને લઈ, સ્પે.નેગો.કોર્ટના જજ બી.કે.દસોંદીએ આરોપી વર્ષિતભાઈ મોરઝરીયાને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂા.5 લાખ 30 દિવસમાં ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની જેલ સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી સિનિયર એડવોકેટ હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન બી. ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા તથા હેતલબેન ભટ્ટ રોકાયેલ હતા.