કાર્યવાહી@ગુજરાત: સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો
જમવાનું આપવાની લાલચ આપી અપહરણ કર્યું; સરકારી વકીલે કહ્યું- આવા આરોપીને સમાજમાં મુક્ત છોડાય નહિ
  Sep 21, 2024, 17:35 IST
                                            
                                        
                                     
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરી, બળત્કાર, મર્ડર, છેડતીનાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. જેના સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. વેરાવળમાં બે વર્ષ પહેલાં આરોપીએ સગીરને જમવાનું આપવાની લાલચ આપી અપહરણ કર્યું.
જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ગુનો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે પોક્સો તથા અપહરણનો ગુનો નોંધ્યો હતો. જે કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલે દલીલો કરી હતી કે, આરોપી પહેલેથી જ પોક્સોના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ પર મુક્ત થતાં ફરી તેણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આમ આવા આરોપીને સમાજમાં મુક્ત છોડાય નહિ. જેથી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

