કાર્યવાહી@ગુજરાત: બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી
બિસ્માર રોડ રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી
Updated: Jul 26, 2024, 09:32 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક કેસો મુદે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ગુજરાત હાઇકોર્ટે શહેરના બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે.
બિસ્માર રોડ રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અત્યાર સુધીની રોડની સ્થિતિનો રિપોર્ટ માંગ્યો. હાઇકોર્ટ દ્વારા વારંવાર હુકમો કર્યા બાદ પણ રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓની સમસ્યા યથાવત હોવાનું હાઇકોર્ટે નોંધ્યું.
ઢોરથી હજી લોકો ઈજાગ્રસ્ત થતા હોવાની અરજદારે રજુઆત કરી હતી. જો કે પ્લાનિંગ સાથે કામ કરી રહી હોવાનો AMCએ કોર્ટમાં જવાબ આપ્યો.