કાર્યવાહી@ભરૂચ: લંપટ શિક્ષક જેલના સળિયા પાછળ ધકેલાયો, હવસની પિશાચી માનસિકતા સામે

 ગુરુ -શિષ્યાના પવિત્ર સંબંધ લજવાયા 
 
કાર્યવાહી@ભરૂચ: લંપટ શિક્ષક જેલના સળિયા પાછળ ધકેલાયો, હવસની પિશાચી માનસિકતા સામે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચની જાણીતી શાળાના શિક્ષકે આ પવિત્ર સંબંધને કલંકિત કર્યા છે. માત્ર 12 વર્ષની બાળકી ઉપર દાનત બગાડનાર શિક્ષકની ભરૂચ શહર સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર એચ બી ગોહિલે ધરપકડ કરી લોકઅપ ભેગો કરી દીધો છે.

તપાસ દરમિયાન આ લંપટ શિક્ષકે અન્ય વિદ્યાર્થીનીઓને પણ શિકાર બનાવી હોવાનો પોલીસને અણસાર મળી રહ્યો છે.

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ બી ગોહિલના જણાવ્યા અનુસાર ગત તા.૨૩/૧૦/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે 12 વર્ષની બાળકીના માતા -પિતા બહાર ગયા હતા ત્યારે બાળકી ઘરે એકલી હતી. આબાબતની જાણ સગીર બાળકીનો ડાન્સ ટીચરને થતા બાળકીની એકલતાનો લાભ લઇ તે બાળકીના ઘરે પહોંચ્યો હતો.

ડાન્સ ટીચર ધ્રુવિલબાલુભાઈ પટેલ કામના બહાને બાળકીના ઘરે પહોંચી તેના ફોટાઓ પાડી આપવાના બહાને બીભત્સ ચેન ચાળા કરવા લાગ્યો હતો. શિક્ષકની હરકતથી હતપ્રત બાળકીએ શિક્ષકને પરત મોકલી ઘટનાની હકિકતની જાણ પિતાને કરી હતી. ભરૂચ શહેર "સી" ડીવીઝન પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવતા આઇ.પી.સી તથા પોક્સોની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

લંપટ શિક્ષકની ધરપકડ કરાઈ

નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ વિભાગીય પોલીસ વડા ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ એચ.બી.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે લંપટ શિક્ષકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.

પોલીસને મોબાઇલમાંથી અન્ય બાળકીઓના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા

શિક્ષક ધ્રુવિલબાલુભાઈ પટેલના મોબાઇલમાં વૈજ્ઞાનિક ઢબે વધુ તપાસ કરતા અન્ય સગીર બાળકીઓના પણ ફોટોગ્રાફ મળી આવેલ છે. આરોપીનો મોબાઇલ કબ્જે લઇ તપાસણી અર્થે ફોરેન્સિક લેબમાં મોકલવા તજવીજ હાથ ધરેલ છે. આ આરોપીએ અન્ય કોઇ બાળકીને પોતાની જાળમાં ફસાવેલ છે કે કેમ ? તે દિશામાં વધુ તપાસ પોલીસ ઇન્સપેક્ટરશ્રી ભરૂચ શહેર “સી” ડીવીઝનનાઓ ચલાવી રહ્યા છે.

ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ગોહીલ, પો.સ.ઇ.પી.જે.સાંળુકે તથા એ.એસ.આઇ. શૈલેષભાઇ ગોરધનભાઇ તથા પો.કો. રાજદીપસિંહ વીરમદેવસિંહ, પો.કો.ધવલસિંહ લાલજીભાઇ પો.કો. વનરજભાઇ ભીમસિંહભાઇ ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.ની ટીમ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.