વિરોધ@અમદાવાદ: UCC બિલનો વિરોધ; મહિલાઓએ કહ્યું-મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરાયો; જાણો વધુ વિગતે

વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કારંજ પોલીસ દ્વારા વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ગુજરાત વિધાનસભામાં UCC બિલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવનાર છે. ત્યારે આ બિલ રજૂ થવાના ગણતરીના કલાકો પહેલા અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં SDPI પાર્ટી દ્વારા UCC બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની પરવાનગી લીધા વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કારંજ પોલીસ દ્વારા વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનારા કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, આ ગેર સંવિધાનિક છે અને સરકારનું કામ સેવા કરવાનું છે, પરંતુ આ બિલ જબરજસ્તી તેઓ દ્વારા નાખવામાં આવ્યું છે.

વિરોધ કરનારા મહિલાઓએ પણ જણાવ્યું હતું કે, આ જે બિલ લાગુ કરવામાં આવી રહ્યું છે તે ગેર સંવિધાનિક છે. સંવિધાન મુજબ બિલ બનાવવું જોઈએ. UCC બિલથી દરેક નાગરિકને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. મહિલાને આનાથી કોઈ ફાયદો નથી. ફ્રેન્ડશીપમાં જે લાગુ કરવામાં આવી રહ્યું છે તે મહિલા માટે સારું નથી. બીજાના છોકરાને લઈને આવે તેને સમાન હક આપવાની વાત છે. સંવિધાન મુજબ બિલ હોવું જરૂરી છે. આ બિલ એકદમ ગેરકાનૂની છે અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સરકાર આમાં તાનાશાહી કરી રહી છે.