વિરોધ@ગાંધીનગર: ટેટ-1 પાસ ઉમેદવારોએ ભારે સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું

ઉમેદવારો જગ્યા વધારાની માગ સાથે સરકારમાં રજૂઆત કરતા આવ્યાં છે.
 
વિરોધ@ગાંધીનગર: ટેટ-1 પાસ ઉમેદવારોએ ભારે સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવારટેટ-1 પાસ ઉમેદવારોએ ભારે સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાત રાજયની શાળાઓમાં ધોરણ 1થી 5 માં ટેટ-1 પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માગ સાથે વધુ એક વખત આજે ગાંધીનગર જીવરાજ મહેતા ભવન ખાતે ઉમેદવારોએ ભારે સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઘણા સમયથી ઉમેદવારો જગ્યા વધારાની માગ સાથે સરકારમાં રજૂઆત કરતા આવ્યાં છે. આજદિન સુધી માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતાં ઉમેદવારો વિરોધ કરવા ઉમટ્યાં હતા.

આ દરમિયાન પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોને ડીટેઇન કરી લીધા હતા. આ વચ્ચે એક ઉમેદવારની તબિયત લથડી જતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો.