વિરોધ@ગુજરાત: ડોક્ટરોની હડતાળનો 2 દિવસ, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

1000 જેટલા ડોક્ટરની ટૂંક સમયમાં રેલી યોજાશે
 
વિરોધ@ગુજરાત: ડોક્ટરોની હડતાળનો 2 દિવસ, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દુષ્કર્મ અને હત્યાના કારણે રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે.

હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડશે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યો ઇન્કમટેક્સ સુધી રેલી કાઢશે.

આ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે ડોક્ટરો એકત્ર થયા છે. 200થી વધુ ફિઝિયોથેરાપીના ડોક્ટરો હાથમાં બેનર સાથે રોડ પર જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પર રેલીમાં જોડાશે.

અંદાજિત 1000 જેટલા ડોક્ટરની ટૂંક સમયમાં રેલી યોજાશે. આર્યુવેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં એસોસિયેશનની ઓફિસ ખાતે તેઓ ભેગા મળી વિરોધ નોંધાવશે.