વિરોધ@ગુજરાત: સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓનો ટ્રસ્ટ સામે જ વિરોધ
સેટલમેન્ટ મુદ્દે ટ્રસ્ટ સામે વિરોધ
Aug 5, 2024, 09:27 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓએ પડતર માગ અને સેટલમેન્ટ મુદ્દે ટ્રસ્ટ સામે વિરોધ પ્રદર્શનનું રણશીંગુ ફૂંક્યું છે. ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ટ્રસ્ટ કર્મચારીઓના યુનિયનની બેઠક મળી હતી. જેમાં આખો શ્રાવણ માસ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરશે તેવું નક્કી થયું હતું.
સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓની ન્યાયિક માગના મુદ્દે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ હીરા જોટવા પણ સમર્થનમાં આવ્યા હતા.

