વિરોધ@કોલકાતા: બળાત્કાર-હત્યાના વિરોધમાં વિદ્યાર્થીઓ નબાન્નામાં કૂચ બેરિકેડ તોડ્યા

પોલીસે લાઠીચાર્જ કર્યો

 
વિરોધ@કોલકાતા: બળાત્કાર-હત્યાના વિરોધમાં વિદ્યાર્થીઓ નબાન્નામાં કૂચ બેરિકેડ તોડ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર બળત્કાર અને મર્ડરનાં કારણે આખા દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. બળાત્કાર-હત્યાના વિરોધમાં વિદ્યાર્થીઓ નબાન્નામાં કૂચ બેરિકેડ તોડ્યા. કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં વિદ્યાર્થીઓ અને મજૂર સંગઠનો મંગળવારે નબાન્નામાં કૂચ કરી રહ્યા છે. નબન્ના પશ્ચિમ બંગાળ સરકારનું સચિવાલય છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમામ મંત્રીઓ અને અધિકારીઓ બેસે છે.

પશ્ચિમ બંગાળ વિદ્યાર્થી સમાજ અને સંગ્રામી જુથ મંચ નબન્ના અભિજાને રેલીથી મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માગ કરી છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બપોરે 12:45 વાગ્યે નબન્ના તરફ કૂચ કરી હતી અને હાવડાને અડીને આવેલા સંતરાગાચીમાં દેખાવકારોએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા હતા.

આ પછી પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. આ પછી પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ટીયરગેસના શેલ પણ છોડ્યા હતા. બીજીતરફ, ભાજપે આવતીકાલે 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું છે. પોલીસ કાર્યવાહીમાં ડઝનબંધ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હિંસાને ટાંકીને પોલીસે રેલીને ગેરકાયદેસર જાહેર કરી છે.

દેખાવકારોને નબન્ના જતા રોકવા માટે, 7 માર્ગો પર ત્રણ સ્તરોમાં 6 હજારની ફોર્સ તહેનાત છે. 19 પોઈન્ટ પર બેરીકેડીંગ અને DCP 21 પોઈન્ટ પર તહેનાત કર્યા છે.વહીવટીતંત્રે હાવડાથી કોલકાતાને જોડતા હાવડા બ્રિજને બંધ કરી દીધો છે.