વિરોધ@સુરત: દારૂની છૂટના નિર્ણયનો અસલી બોટલ સાથે વિરોધ કરવામાં આવ્યો
અસલી દારૂની બોટલ સાથે વિરોધ નોંધાવ્યો
Dec 25, 2023, 14:36 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયનો અસલી દારૂની બોટલ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વાભિમાન સંગઠનના કાર્યકરોએ જાહેરમાં અસલી દારૂની બોટલ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ભાગળ ચાર રસ્તા પર અંગ્રેજી દારૂની બોટલ સાથે સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.”સસ્તા દારૂ મહેંગા તેલ”ના સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અસલી દારૂની બોટલ સાથે હંગામો મચાવતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે દારૂની બોટલ સાથે વિરોધ કરનારા સામે જાણવાજોગ ફરિયાદ નોંધી હતી.