વિરોધ@વડોદરા: MS યુનિ.માં ભોજન બિલ મુદ્દે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, જાણો વધુ

વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ
 
વિરોધ@વડોદરા: MS યુનિ.માં ભોજન બિલ મુદ્દે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર વિરોધની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વિવાદોથી ઘેરાયેલી વડોદરાની MS યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલમાં અભ્યાસ કરતા 300 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીએ આજે ભોજન મુદ્દે પહેલા ચીફ વોર્ડન ઓફિસ અને પછી VCના બંગલા ખાતે હલ્લાબોલ કર્યું હતું.

વિદ્યાર્થીઓએ VCના બંગલા સુધી ચાલતા કૂચ કરતા મુખ્ય રોડ પર ચક્કાજામ સર્જાયો હતો. આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. વિદ્યાર્થીઓની માગ છે કે યુનિવર્સિટીએ હોસ્ટેલમાં જમવા માટે 24 હજાર રૂપિયા ફરજીયાત કર્યાં છે. તે નિર્ણય રદ્દ કરવામાં આવે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં ભોજન પણ સારૂ હોતું નથી. જો કે વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન બાદ યુનિવર્સિટી તંત્ર વિદ્યાર્થીઓ સામે ઝુક્યું હતું.

યુનિવર્સિટીના રજીસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓની રજૂઆતને સાંભળીને ભોજનનું બિલ પહેલાની જેમ માસિક ફૂડ બિલ ચૂકવવાનું રહેશે. આખા વર્ષની ભોજનની ફી એકસાથે લેવામાં આવે તેવી વિચારણા હતી પરંતુ, વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે તેઓ ભોજનની માસિક ફી ભરી શકશે.