વરસાદ@અમદાવાદ: બિલ્ડિંગની લાઇટોમાંથી પાણી પાણીની નોબત, વરસાદ પછીની અસરથી મુસાફરો પરેશાન
- એસટી-રેલવે સ્ટેશનની જેમ મુસાફરો બેગ ઊંચકીને જતા જોવા મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આત્યારેય ચોમાસાની સિજન ચાલુ થઇ ગઈ છે.વરસાદના કારણે બધી જાગ્યો ,ને રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે.જેના કારણે લોકોને મુસાફરી કરવામાં ઘણી તકલીફ થાય છે.રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને ચાલવામાં તકલીફ પડે છે.આવીજ હાલત અમદાવાદમાં થઇ છે.વરસાદના કારને એરપોર્ટ પર પાણી ભરાઈ જતા લોકોને ગણી તકલીફ પડી છે. અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર શુક્રવારે સાંજે પડેલા વરસાદે એરપોર્ટ તંત્રની પોલ ખોલી નાખી હતી. એરોબ્રિજમાં જવા માટેની બિલ્ડિંગની લાઇટોમાંથી પાણીનો રીતસર ધોધ વરસતો હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતા.આમ એરપોર્ટ પર રેલવે કે બસ સ્ટેન્ડ જેવી સ્થિતિ સર્જાતા મુસાફ્રો શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. ડોમેસ્ટિક એરપોર્ટમાં આવેલા એરોબ્રિજ બિલ્ડિંગમાં પાણી ભરાઇ ગયા હતા. ફ્લાઇટમાં જતા અનેક મુસાફ્રોને પાણીમાં છબછબિયા કરીને પસાર જવું પડયું હતું. આ સાથે અનેક સિનિયર સિટીઝન મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આમ મુસાફ્રોની બેગો પલળી ન જાય તે માટે બેગો ઊંચકી ઊંચકીને જવા મજબુર બન્યા હતા. જેના કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.