વરસાદ@ભાવનગર: ધોધમાર વરસાદ વચ્ચે નદીમાં પૂરની સ્થિતિ, ખોડિયાર મંદિર નજીકનો વિસ્તાર પાણી પાણી

જિલ્લાના અનેક તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.
 
વરસાદ@ભાવનગર: ધોધમાર વરસાદ વચ્ચે નદીમાં પૂરની સ્થિતિ, ખોડિયાર મંદિર નજીકનો વિસ્તાર પાણી પાણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ થયો.અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.કડાક-ભડાકા સાથે મેગરાજાની એન્ટ્રી થઇ અને મેઘરાજા મન મુકીને વરસી ગયા.ભાવનગર જિલ્લામાં ઘોઘા પંથકમાં અનેક વિસ્તારોમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ધમાકેદાર વરસાદ છે.ઘોઘા તાલુકાના કુકડ, કંટાળા, ગોરિયાળી, પીથળપુર, ઓદરકા, વાવડી, તણસા સહિત આજુબાજુના ગામમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ છે. કુકડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારને ખૂબ જ ઉપયોગી પોહરીઆઈ ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. આ ઉપરાંત ઓદરકા ડેમમાં પણ નવા નીર આવ્યા છે.ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તળાજા તાલુકાના પાણીયાળી ગામની નદીમાં પૂર આવ્યું છે. ત્યારે પાણીયાળી અને કુકડ ગામની નદીમાં ધસમસતા પ્રવાહ સાથે વહેતી થઈ હતી. ત્યારે મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા.પાણીયાળી નદીમાં નવા નીરની આવક થતા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેમાં પહોરી આઈ ખોડિયાર માતાજીના મંદિર પરથી નદીના પાણી વહ્યા હતા.કુકડ આજુબાજુના ગામો કંટાળા, પાણીયાળી, નવાગામ, ખદરપર, પીથલપરમાં અંદાજે 2થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કુકડની ફલકુ નદીમાં ઘોડાપૂ આવ્યા હતા