વરસાદ@ગુજરાત: મેઘરાજાએ 220થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી

હજી ભારે વરસાદની આગાહી છે.
 
વરસાદ આગાહી 4

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

થોડા સમય વિરામ લીધા બાદ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે.

મેઘરાજાએ 220થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી. કચ્છ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે. માંડવીમાં સાડા બાર ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ આજે અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે મુખ્યમંત્રી જામનગર પહોંચ્યા હતા. જેમણે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કર્યું હતું.