વરસાદ@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ

 વરસાદ વરસી રહ્યો છે.
 
વરસાદ આગાહી 1

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘ મહેર થઈ.

 જેથી અત્યાર સુધીમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈ છે. ત્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

જેમાં સૌથી વધુ પાટણમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ રાજ્યનો સિઝનનો એવરેજ 60.78 ટકા વરસાદ વરસ્યો છે.