વરસાદ@ગુજરાત: 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો, જાણો વધુ વિગતે

રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો
 
આગાહી@ગુજરાતઃ 4 ડિસેમ્બરના રોજ ફરી એકવાર વરસાદ પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઇ છે. કેટલાક ગામડાઓ પાણીમાં ડૂબ્યા છે.

લોકોને સલામતીના સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. ત્યારે હાલ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ક્યાક ભારે તો ક્યાક સામાન્ય વરસાદ વરસ્યો છે.

આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો એવરેજ વરસાદ 54.46 ટકા વરસ્યો છે.