વરસાદ@ગુજરાત: આજે રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, જાણો વધુ
વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ
Aug 28, 2024, 08:52 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. જરાત રાજ્યભરના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં ગત ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે.
ત્યારે રાજ્યભરમાં પ્રચલિત રાજકોટનો સાતમ-આઠમનો મેળો પાણીમાં ગરકાવ થયો છે. એમ છતાં હજુ પણ સૌરાષ્ટ્ર ઉપરથી વરસાદી આફત સમી નથી. હવામાન વિભાગે આજે રાજ્યના 12 જિલ્લાઓ કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો અન્ય 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.