વરસાદ@ગુજરાત: 211 તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ, કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો ?
મેઘરાજા મહેરબાન થયા છે
Jul 1, 2024, 07:37 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે ગુજરાતનાં મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાતના આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 211 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
સુરત-અમદાવાદમાં વરસાદથી ચોતરફ પાણી ભરાયા. વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી છે. ગાંધીનગરમાં મોટો ખાડો પડતાં એક કાર તેમાં ગરકાવ થઇ ગઈ. અમદાવાદના શેલામાં ટ્રક ઘૂસી જાય એવડો મોટો ભૂવો પડ્યો.