વરસાદ@ગુજરાત: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, કેટલો વરસાદ વરસ્યો ?
મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી
Jul 30, 2024, 10:00 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ઉત્તર ગુજરાતના જિલ્લામાં લાંબા સમયથી નોંધપાત્ર વરસાદની રાહ જોવાઈ રહી હતી જે પૂરી થઈ હતી.
ગતરોજ સવારથી જ મેઘરાજાએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મંડાણ કર્યા હતા. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ગતરોજ રાજ્યમાં 200થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.