વરસાદ@ગુજરાત: મહીસાગરમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ, કેટલો વરસ્યો વરસાદ ?

મેધરાજાની ધમધોકાર બેટિંગ
 
વરસાદ અપડૅટ 2

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના લુણાવાડા, ખાનપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારે બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસવાના કારણે લુણાવાડા શહેરમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને બજારના મુખ્ય રસ્તાઓ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


લુણાવાડાના અનેક નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, હાટડીયા બજાર, ગોળ બજાર, વરધરી રોડ, જૂની આરટીઓ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં બજારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થતાં અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યું છે. એક બાજુ વહેલી સવારે દુકાન માલિકો તેમના ઘરે ઘોર નિંદ્રામાં હતા અને બીજી બાજુ મેધરાજાએ વહેલી સવારના ધબડાટી બોલાવતા દુકાનોમાં પાણી ધૂસી ગયા હતા. જેથી દુકાન માલિકોને માલ-સામાન સગેવગે કરવનો પણ સમય મળ્યો ન હતો. જેને લઈ દુકાન માલિકોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે વરસાદ વિરામ લે અને દુકાનો ખુલ્લે પછી જ ખબર પડે કે કેટલી નુકાશની થઈ.


અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે લુણાવાડા શહેરમાંથી પસાર થતો હાલોલ-શામળાજી હાઇવે પર પણ પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. હાલ પણ લુણાવાડા શહેરના અવીરતપણે વરસાદ વરસી રહ્યો છે.


લુણાવાડા શહેરમાંથી પસાર થતો લુણાવાડા-અમદાવાદ મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો. બીજી તરફ ધોધમાર વરસાદ વરસવાના કારણે હાઇવેની પાસે આવેલ ખેતીવાડી કચેરીની દિવાલ પણ ધરાસાયી થઈ છે.