વરસાદ@ગુજરાત: આજે સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું અને 10 ઈંચ વરસાદ ખાબક્યો
જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું
Jul 15, 2024, 11:34 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલી જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઇ છે. આજે સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતું.
આજે ધોધમાર 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
જ્યારે ભરૂચના નેત્રંગમાં ધોધમાર 5 ઈંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જ્યારે નર્મદાના ગરુડેશ્વરમાં પણ સવારે બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.