વરસાદ@ગુજરાત: 153 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, કયા કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો ?

માર્કેટીંગ યાર્ડમાં ઘૂંટણસમા પાણી
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લાંબા સમય વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ પધરામણી કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી દીધું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી જ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.

સવારે 6 થી બપોર 2 વાગ્યા સુધીમાં રાજ્યના 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. માર્કેટીંગ યાર્ડમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા કેટલાક વેપારીની જણસો પલળી હતી.