વરસાદ@ગુજરાત: 206 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા, કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો ?

મેઘરાજા મહેરબાન થયા
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કેટલાક દિવસથી ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ગઈકાલ રાતના આઠ વાગ્યા સુધીમાં 206 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે.

ચોમાસાની શરૂઆતમાં જ સંખ્યાબંધ ડેમો છલકાયા છે. સુરતનું પલસાણા,જૂનાગઢ, પોરબંદર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સવારથી સાંજ સુધી વરસેલા સાંબેલાધાર વરસાદે પાણી પાણી કરી દીધું છે.