વરસાદ@ગુજરાત: આજે વહેલી સવારથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો

 વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વરસાદની શરૂવાત થઇ ગઈ છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ઘોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે.

ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી હતી. ત્યારે આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો છે. તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

જ્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી જ વરસાદ વરસવાનું શરૂ થયું છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 55 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.