વરસાદ@ગુજરાત: રાજ્યના 152 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, કયા કયા વિસ્તારમાં મેઘમહેર થઇ ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. ગત રોજ વહેલી સવારથી સુરત સહિત દ.ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો.
સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સુરતના પલસાણા સહિત 29 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.અમદાવાદમાં એસ.જી. હાઈવે, ગોતા, બોપલ જોધપુર, શ્યામલ, શિવરંજની, સેટેલાઈટ, વેજલપુર, નહેરૂનગર, પ્રહલાદનગર સહિતમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને થરાદ, બોટાદ, રાજુલા, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદના લો ગાર્ડન, પરિમલ ચાર રસ્તા, એલિસ બ્રિજ, જમાલપુર, શિવરંજની, એસ.જી. હાઇ-વે, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.