વરસાદ@પોરબંદર: 48 કલાકમાં 24 ઇંચ જેટલો ભારે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી
24 ઇંચ જેટલો ભારે વરસાદ
Jul 20, 2024, 10:45 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોરબંદર જિલ્લામાં 48 કલાકમાં 24 ઇંચ જેટલો ભારે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. જેને પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી કરવામાં આવતા લોકોની મુશ્કેલી વધી હતી.
ભારે વરસાદના કારણે સલામતીના કારણોસર 554 લોકોનું સ્થળાંતર મોડી રાત સુધીમાં કરવામાં આવ્યું છે. વરસાદની આગાહી અને આજના વરસાદથી ઉપરવાસથી આવી રહેલા પાણીના પગલે પોરબંદર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં નીંચાણવાળા એરિયામાં સલામતીના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી ટીમો બનાવી કામગીરી કરવામાં આવી છે.
સરકારી શાળા ખાતે રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પાણી ઓસર્યા નથી જેને કારણે લોકોની મુશ્કેલી વધી છે.