વરસાદ@ગુજરાત: રાજ્યનાં 138 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જાણો કયા કયા વિસ્તારોમાં મેઘમહેર થઇ ?
વરસાદ વરસી ચૂક્યો છે
Jul 10, 2024, 08:46 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 20 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.
ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠામાં આજે બરાબરનો અષાઢી માહોલ જામ્યો હતો. બનાસકાંઠા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં થોડા દિવસના મેઘવિરામ બાદ ફરી મેઘમહેર થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજ્યમાં સવારે 6થી રાત્રે 8 દરમિયાન 138 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે.