વરસાદ@સુરત: વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો

વાદળો સાથે વરસાદ વરસ્યો 
 
વરસાદ@સુરત: વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સવારથી ફરી એક વાર મેઘરાજાની સવારી સુરત આવી પહોંચી છે. વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ભોલીના હરીદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો અને શાળાએ જતાં વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. તો બીજી તરફ સવારથી જ વરસાદી માહોલ હોવાથી નોકરી ધંધે જતા લોકોને છત્રી અને રેઇન કોટ સાથે જવાની ફરજ પડ્યા હતા.

રસ્તા પર એકાદ ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા તો કેટલીક સોસાયટીઓની અંદર પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર વરાછા ઝોનમાં અંદાજે 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.