વરસાદ@ગુજરાત: બનાસકાંઠાના લાખણીમાં 9 ઈંચ વરસાદ, જાણો વધુ વિગતે

લાખણીમાં 9 ઈંચ વરસાદ
 
વરસાદ આગાહી 1

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે.  વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે.

જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્યના જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં જ 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સવારે 6 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

જેમાં સૌથી વધુ લાખણીમાં સવા 9 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે હવે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.